Advertisement

BJP Workers Enthusiastic about JP Nadda's Gujarat Visit

BJP Workers Enthusiastic about JP Nadda's Gujarat Visit ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ થોડીવારમાં જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.એરપોર્ટ પર પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓ જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરશે.ત્યારબાદ બપોરે 4 કલાકથી કમલમમાં બેઠકોનો દોર ચાલુ થશે. સૌપ્રથમ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, મહામંત્રી સાથે જે.પી. નડ્ડા બેઠક યોજશે. ત્યારબાદ સાંજે પ્રદેશ કોર ગ્રુપ સાથે કાર્યકારી અધ્યક્ષ પણ બેઠક યોજાશે. રાત્રે આઠ કલાકે કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા સાંસદો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ 20 જુલાઈએ સવારે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

J.P. Nadda,Visit,Gujarat,ભાજપ,રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ,જે.પી. નડ્ડા,

Post a Comment

0 Comments